Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કાલોલના નાંદરખાની પ્રાથમિક શાળાના 40થી વધુ બાળકોને ઝેરી ગેસની અસર :ગામના લોકો ઉશ્કેરાયા:કંપનીમાં તોડફોડ

ઝેરી ગેસ લીકેજ થતા શાળામાં હાજરબાળકોની તબિયત લથડી :અર્ધબેભાન થતા હોસ્પિટલમાં દાખલ

 

પંચમહાલઃ જિલ્લાના કાલોલ તાલુકાની નાંદરખા ગામની પ્રાથમિક શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓને ઝેરી ગેસની અસર થઈ હતી જેમાં 10 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ સારવાર મટે દાખલ કરાયા હતા ઘટનાને પગલે ઉશ્કેરાયેલા ગામ લોકોએ કેમિકલ કંપની પર જઈ તોડફોડ કરી હતી.

  અંગે મળતી વિગત મુજબ કાલોલના નાંદરખા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં નિત્ય ક્રમ મુજબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતાતે દરમિયાન નજીકમાં આવેલી કુશા કેમિકલ નામની કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થતા શાળામાં હાજર વિધાર્થીઓ પર દુર્ગંધથી ઝેરી ગેસની અસર થતા કેટલાક વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી જેવી શારીરિક તકલીફો થઇ ગઈ હતી. જયારે કેટલાક વિદ્યાર્થીઓ અર્ધબેભાન અવસ્થામાં પણ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા.

(8:56 am IST)