Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

મહેસાણા ભાજપમાં ભડકો :ઊંઝા બેઠક પર આશા પટેલનો વિરોધ

વિધાનસભા સાથે લોકસભામાં પણ ભાજપને ભોગવવાનું આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ

મહેસાણામાં ભાજપમાં નારાજગીના સૂરો વધુ તીવ્ર બન્યા છે ઉંઝા વિધાનસભાની આગામી પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી અંગે બેઠક યોજાઇ હતી  જેમાં આશા પટેલના નામને લઇને વિરોધ કરાયો. હતો

  આ બેઠકમાં ભાજપ કાર્યકરો, સમર્થકો અને હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બેઠકમાં આશા પટેલ તથા પેરાશૂટ ઉમેદવાર સામે જિલ્લા ભાજપના મોવડી મંડળને ઉગ્ર રજુઆત કરાઇ હતી.  જો પાર્ટી દ્વારા કાર્યકર્તા ઉમેદવારનો નિર્ણય નઇ લેવાય તો વિધાનસભાતો ઠીક પણ લોકસભામાં પણ ભાજપને ભોગવવાનું આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. આ મીટીંગમાં આશા પટેલનાં નામનો ઉલ્લેખ કરીને સ્પષ્ટપણે વિરોધ કરાયો હતો

(11:05 pm IST)