Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અમદાવાદના નવરંગપુરામાં એક કરોડની રોકડ રકમ સાથે બે શખ્શો ઝડપાયા :અક્ષય સોની અને નિશાંત પટેલની અટકાયત

સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી ત્રણ બેગ ભરીને રોકડ લઇ જતા પીસીબીએ ઝડપી પાડ્યા ;રકમ આંગડિયા પેઢીની હોવાનું કથન

અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી પીસીબીએ એક કરોડની રોકડ રકમ સાથે બે શખ્શોને ઝડપી પાડ્યા છે. બંને આરોપી આંગણીયા પેઢીના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ અંગે પોલીસ અને આઈ.ટી. વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

     આ અંગે જાણવા મળ્યા મુજબ પીસીબીએ બાતમીના આધારે સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી એક્ટિવા પર ત્રણ બેગ ભરીને પૈસા લઈને જઈ રહેલા અક્ષય સોની અને નિશાંત પટેલની અટકાયત કરી હતી.

    આરોપીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.આ અંગે આઇ.ટી. વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આઇ.ટી. વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે. મળેલી મોટી રકમ પણ આંગડિયા પેઢીની હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસ અને આઇ.ટી. વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(10:51 pm IST)