Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અમદાવાદના કુબેરનગરમાં દારૂના અડ્ડા પર દરોડા :મહિલા બુટલેગર નીતુ સૈયદ ઝડપાઇ

દારૂની 245 બોટલ ,રોકડા અને સોનાના દાગીના સહિત 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર દરોડા કાર્યવાહી કરાઈ હતી જ્યાં વિદેશી દારૂ  રોકડ રકમ અને સોનાના દાગીના પણ મળી આવ્યા છે. પોલીસે મહિલા બુટલેગર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

   બાતમીના આધારે કુબેરનગર વિસ્તારમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી,જેનું સંચાલન મહિલા બુટલેગર નીતુ સૈયદ કરતી હતી. પોલીસ દ્વારા મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી.

   આ ઉપરાંત દારૂની રેડ કરવા ગયેલી પોલીસને ઘટના સ્થળેથી 245 બોટલ દારૂ અને બિયર મળી આવ્યું છે.જેની અંદાજિત કિંમત 42,000 થાય છે. સાથે જ પોલીસે રોકડા રૂપિયા અને 2 લાખની કિંમતના દાગીના પણ કબ્જે કર્યા છે. સરદારનગર પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરી 15,38,000નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

(9:19 pm IST)