Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ગુલબર્ગ હત્યાકાંડની પેપરબુકની ઉપલબ્ધ કરાવાની અરજી હાઇકોર્ટમાં મંજુર

સાઈરા સંધી અને રૂપા મોદી નામના સાક્ષીએ નીચલી કોર્ટની કાર્યવાહીની માહિતી માટે પેપરબુક માંગી હતી

અમદાવાદ : વર્ષ 2002માં થયેલા ગુલબર્ગ હત્યાકાંડમાં નીચલી કોર્ટની કાર્યવાહીની સંપૂર્ણ માહિતી રજુ કરતી પેપરબુક ઉપલબ્ધ કરાવવા બાબતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને જસ્ટીસ જે.બી. પારડીવાલા અને એ.સી. રાવની ખંડપીઠે મંજૂર કરી છે.સાઈરા સંધી અને રૂપા મોદી નામના સાક્ષીઓ દ્વારા HC સમક્ષ કેસની પેપરબુક ઊપલબ્ધ કરાવવા બાબતે અરજી દાખલ કરાઈ હતી.

  જસ્ટીસ જે.બી. પારડીવાલા અને એ.સી. રાવની ખંડપીઠે ચુકાદો આપતા HCની રજિસ્ટ્રીને ફી અંગેના નિયમોમાં સુધારો કરવાનો આદેશ કર્યો છે. આ અંગેના નિયમો વર્ષ 1974માં ઘડવામાં આવ્યા હતા. ત્યારબાદ 2009માં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.


   પીડિત પૈકી વકીલ સોહેલે રજુઆત કરી હતી કે, અરજદારે 2002માં થયેલા રમખાણોમાં બધુ જ ગુમાવી દીધું છે. જેથી પેપરબુકના 1.21 લાખ રૂપિયા ચુકવી શકતા નથી. HC તેમને રાહત આપે અને HCના વકીલ ગૌતમ જોષીએ કહ્યું કે પેપર બુકમાં 26 હજાર પાના હોવાથી 1.21 લાખ રૂપિયા ફી માંગવામાં આવી છે. હાઇકોર્ટે આ અંગે રજીસ્ટ્રીને નિયમોમાં સુધાર કરવાનો આદેશ આપ્યો છે. અરજદારની પેપરબુકની માંગને પણ માન્ય રાખી છે.

(9:13 pm IST)