Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કોંગ્રેસના કાર્યાલયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો :ટિકિટ કપાયેલ નેતાના સમર્થકો હોબાળો મચાવે તેવી ભીતિ

અગમચેતીના પગલાં સ્વરૂપે કોંગ્રેસે પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર થઈ છે. ત્યારે જેમની ટિકિટ કપાય તે નેતાના સમર્થકો કાર્યાલયમાં હોબાળો મચાવી શકે છે અને તોડફોડ કરી પણ શકે છે તેવી ભીતિના પગલે કોંગ્રેસે પોલીસ બંદોબસ્તની માંગ કરી છે. કોંગ્રેસની માંગના પગલે કોંગ્રેસ ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  ભૂતકાળમાં પણ ઉમેદવાર જાહેર થયા ત્યારે કોંગ્રેસમાં તોડફોડ થઈ ચૂકી છે. જેથી અગમચેતીના પગલાં સ્વરૂપે કોંગ્રેસે પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. જેના પગલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

(9:11 pm IST)