Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જમીન બાબતે પારિવારિક ઝગડામાં હત્યાના ગુનામાં એકને ત્રણ વર્ષ અને બીજાને 6 મહિનાની સજાનો હુકમ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા નર્મદા જીલ્લાના પ્રિન્સી.સેશન્સ જજ જે.પી.ગઢવીની કોર્ટ દ્વારા સાગબારાના દેવસાકી ગામે જમીન બાબતે થયેલ હત્યાના ગુનામાં ચુકાદો આપ્યો જેમાં એક ને ત્રણ વર્ષ અને બીજાને 6 મહિનાની સજાનો હુકમ અને 5000 રૂપિયા દંડ ફટકાર્યો છે

 

  પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારાના દેવાસાકી ગામના પટેલ ફળિયામાં રહેતા રમેશ ગેમજી વસાવા,મનુ ઉર્ફે રજનિકાન્ત રમેશ વસાવા, સવિતા રમેશ ગત 23 જૂન 2018 નારોજ દેવસાકી ગામની સીમમાં આવેલ વડીલોપાર્જીત સર્વે નંબર 49,51,61 વાળી જમીન મિલકતના ભાગ હીસ્સા બાબતે તકરાર હોય જેની અદાવત રાખી આ કામના ગામમાં રહેતા તેમના કુટુંબી સુનીતાબેન માયારામ વસાવા તથા લેગનાબેન જોસેસીંગ વસાવાનાઓ પોતાના ઘરે હતા તે વખતે આ ચારેય તેન ઘરે જઈ અપશબ્દો બોલીને કહેવા લાગ્યા કે તમારે ખેતરમાં વધારે જમીન જોઈએ છે જેથી ગામના પાંચો ભેગા કરવા માંગો છો ની વાત કરો છો સવિતા વસાવાએ ફરીયાદીના વાળ પકડી ઢીકાપાટુનો માર મારી રમેશ વસાવાએ સુનિતા વસાવાને પગના ભાગે લાકડીનો સપાટો મારી તમામ મારતા હતા. ત્યારે મનુ ઉર્ફે રજનિકાન્ત રમેશ વસાવા નાઓ દોડી આવી લેગનાબેન ને જાનથી મારી નાખવાના ઈરાદે તેના હાથમાની કુહાડીનો એ કે ઘા માથાના પાછળના ભાગે જમણી બાજુ એ તથા કુહાડીના બીજો એક ઘા માથાના ડાબી બાજુ મારી દઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવવાની ભાગી ગયા હતા જે કેશ પોલીસ  સ્ટેશનમાં નોધાવતા આ કેશ રાજપીપળાની નમૅદા જીલ્લાના પ્રિન્સીપાલ સેશન્સ જજ જે.પી.ગઢવી સાહેબની કોર્ટમાં ચાલી જતા મહીલા સરકારી વકીલ કૈલાસબેન સી. માછીએ ધારદાર દલીલો કરી સખતમાં સખત સજા કરવા અરજ કરેલી. જે અરજ ધ્યાને લઈ જે.પી. ગઢવી આરોપી રમેશભાઈ ગેમજી ભાઈ વસાવાને છ માસની સખદ કેદની સજા,000 રૂ. પુરાનાં દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા પ000 પુરા ઈજા પામનાર ફરીયાદી સુનીતા બેન માયારામ વસાવાને ચુકવી આપવા તેમજ આરોપી મનુ ઉર્ફ રજનિકાન્ત રમેશભાઈ વસાવાને ૩ વર્ષેની સખત કેદની સજા અને રૂ. ૧પ000 પુરાનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

(12:40 am IST)