Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત: કોરા ચેકમાં સહી કરાવી : મકાન પણ પોતાના નામે કરી લીધુ

સમયસર પેમેન્ટનું ચુકવણું કર્યું હતું. પરંતુ તેમ છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી

 

સુરતમાં દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. મૃતકની સ્યુસાઈ નોટને લઈ પોલીસે ગુનો નોંધ્યો હતો

  અંગે મળતી વિગત મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધર્મસાગર સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર કાટ્રોડિયા હીરા દલાલીનું કામકાજ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં ધંધામાં મંદી આવતા જિતેન્દ્રએ તેના સંબંધી વિજય કાટ્રોડિયા, રાજુ કાટ્રોડિયા અને ભરત નામના શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.

  પરિવારજનોનું એવું કહેવું છે કે જિતેન્દ્રએ સમયસર પેમેન્ટનું ચુકવણું કર્યું હતું. પરંતુ તેમ છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા હતા. અને માનસિક ત્રાસ આપીને જિતેન્દ્ર પાસે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા જિતેન્દ્રએ વેસુ ખાતે આવેલું મકાન પણ ત્રણેય વ્યાજખોરોના નામે લખી દીધું હતું. તેમ છતાં ત્રાસ સહન થતાં ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીધું. હતું

  કાપોદ્રા પોલીસે પત્ની કવિતાના નિવેદનના આધારે ત્રણેય વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જિતેન્દ્રએ જીવન ટુંકાવતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટને પણ તપાસમાં લીધી છે. હીરા દલાલના આપઘાતથી પરિવારે તેમનો આધાર સ્તંભ ગુમાવ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા તત્વો સામે લોકોમાં પણ રોષ ફેલાયો છે.

 

(11:23 pm IST)