Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના રિમાન્ડ પુરા : જામીન બાદ ફરીવાર ધરપકડ :દંપતી વચ્ચે ખટરાગ ઉભો કરાવી 10,41 લાખ પડાવ્યા

મહિલાની ફરિયાદના આધારે પાખંડી પ્રશાંતની ધરપકડ કરી

 

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના જામીન બાદ ફરી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગોત્રી પોલીસે છેતરપિંડીના વધુ એક ગુનામાં ધરપકડ કરી હતી. એક મહિલાએ પાખંડી પ્રશાંત વિરુદ્ધ રૂપિયા 10.૪૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

 પાખંડી પ્રશાંતે ફરિયાદી મહિલા અને તેના પતિ વચ્ચેના પવિત્ર સબંધોમાં ખટરાગ ઊભો કરાવતો અને ત્યારબાદ પતિ પત્ની વચ્ચે સુલેહ કરવા માટે વિધિ કરવી કરવાના બહાને 1.૪૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વારસીયાના ૨૧ લાખની છેતરપિંડીના ગુનામાં કોર્ટમાંથી જમીન મળ્યા હતા  પરંતુ જમીન મળતાં ગોત્રી પોલીસ દોડી આવી હતી. અને મહિલાની ફરિયાદના આધારે પાખંડી પ્રશાંતની ધરપકડ કરી હતી.

 

(9:27 pm IST)