Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતની નજીક અકસ્માતમાં બેના મોત : અનેક ઈજાગ્રસ્ત

લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પરિવાર પીંખાયો : ઘાયલ માતા-પિતા અને દાદા હોસ્પિટલમાં દાખલ કરાયા રોષે ભરાયેલા લોકોએ બોલેરો ચાલકને મેથીપાક ચખાડ્યો

અમદાવાદ,તા.૨૯ : સુરતના નિઝર ઉચ્છલ રોડ પર આવતા નિઝરના વેલ્દા ટાંકી પાસે મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના નિઝામપુર ગામથી સવારે તળોદા તાલુકાના બેડાપાડા ગામે કોઈ પ્રસંગે જવા માટે નીકળેલી રીક્ષાને પીક અપ બોલેરોએ રોંગસાઇડમાં આવી જોરદાર અને ગમખ્વાર રીતે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા ભાઈ-બહેનના સારવાર દરમિયાન મોત નીપજયા હતા. જયારે અકસ્માતમાં માતા-પિતા અને દાદા ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતમાં, ત્રણ બાળકો, એક મહિલા અને એક પુરૂષને ઇજા પહોંચતા તેઓને પણ તાત્કાલિક સારવાર અર્થે નિઝરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

        ખાસ કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ બોલેરોચાલકને પકડીને ઘટનાસ્થળે મેથીપાક ચખાડયો હતો અને તેને પોલીસ હવાલે કર્યો હતો. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નિઝર તાલુકાના વેલ્દા ટાંકી પાસે મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના નિઝામપુર ગામથી ૧૦ જેટલા પેસેન્જર ભરીને તલોદાના બેડાપાડા ગામે કોઈ પ્રસંગે જતા હોય,ત્યારે નિઝર તાલુકાના બોરદા ગામથી થઈને વેલ્દા ગામની પાણી ટાંકી પાસે આવીને આશરે ૧૧ વાગ્યે રોડની સાઇડે પિયાગો રીક્ષા ઉભી રહી હતી તે, દરમ્યાન કુકરમુન્ડા તરફથી સફેદ કલરની પીક અપ બોલેરોનો ચાલક રોન્ગ સાઇડથી પુરઝડપે અને ગફલભરી રીતે હંકારી લાવી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવીને ઉભેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી દેતા રીક્ષામાં બેસેલા પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

        પરિવાર સાથે લગ્નમાં જતી નૂતનને ઊલટીઓ રૂ થતાં રીક્ષા રોડ બાજુએ ઉભી રખાઇ હતી. દરમ્યાન બોલેરોના ચાલકે પુરપાટ ઝડપે આવી રીક્ષાને જોરદાર ટક્કર મારતાં બહુ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં બેઠેલા તમામ લોકોની ચીચીયારી અને ચીસાચીસથી વાતાવરણ રૂ બની ગયુ હતુ. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી ઈજાગ્રસ્તોને નિઝરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નૂતનબેન અનિલભાઈ વસાવે(..૨૧)(રહે.નિઝામપુરા, નવાપુરા,નંદુરબાર,મહારાષ્ટ્ર) અને ભાઈ યશરાજ (.. ૨૦) નું ઘટના બાદ નંદુરબારમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અનિલભાઈ વસાવેને ત્રણ સંતાનો હતાં.

       બે દીકરીઓ અને એક દીકરીમાંથી એક દીકરા અને દીકરીને એક્સિડન્ટમાં ગુમાવ્યાં હતાં. એકના એક સંતાનને ગુમાવતાં પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. અકસ્માત જોઈને રોષે ભરાયેલા લોકોએ પિકઅપ વાનના ચાલકને પકડી પાડ્યો હતો અને જગ્યા પર મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. નિઝર પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક-ઘાયલોની યાદી

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ભાઈ-બહેન અને ઘાયલ થયેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકો અને ઘાયલોની યાદી નીચે મુજબ છે.

મૃતકોના નામ

 

() નૂતનબેન અનિલભાઈ વસાવે ( ..૨૧)

() યશરાજ (.. ૨૦)

 

ઘાયલ થયેલાઓના નામ

 

() કિંજલ યોગેશભાઈ વાળવી (..૦૮)

() વંકર વેસ્તાભાઈ પાડવી (..૦૮)

() લીલાબેન શંકરભાઇ વાળવી(..૫૦)

()પ્રણાલ વિકાસભાઈ વસાવે (..૦૪)

() અનિલ રુબજીભાઈ વસાવે (..૪૨)

(8:30 pm IST)