Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સેવાલિયા પોલીસે સાંજના સુમારે પીકઅપ ડાલામાં સંતાડીને લઇ જવાતો 33 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ખેડા:સેવાલિયા પોલીસે ગત મોડીસાંજના સમયે ગળતેશ્વર તાલુકાના થર્મલ ચોકડી નજીક દારૂ ભરેલી પીકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કરી તેને ટીમ્બાના મુવાડા નજીક રોક્યું હતું. અને તલાશી લેતાં ડાલાના પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી રૂ.૩૩,૭૫૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.,૪૧,૨૫૦નો મુદ્દામાલ કબજે લઈ દારૂની હેરાફેરી કરતાં પકડાયેલાં બંને ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસની ટીમ ગતરોજ મોડી સાંજના સમયે માહિતીના આધારે ગળતેશ્વર તાલુકાના થર્મલ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન પીકઅપ ડાલા નં. જીજે-૨૦, વી-૯૮૪૧ આવતાં પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. જો કે ચાલકે પોતાનું ડાલુ ભગાડી મૂકતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ટીમ્બાના મુવાડા સ્ટેન્ડ નજીક રોકી લીધું હતું. અને પીકઅપ ડાલાના ચાલક માંગીલાલ ગંજીભાઈ કલમી (રહે.ડુંગરપુરા,તા.દાહોદ) અને બાજુની સીટમાં બેઠેલાં અનિલ દેવસિંગભાઈ નીનામા (રહે.મોટી ખરાજ,તા.દાહોદ)ની અટકાયત કરી હતી. જે બાદ પીકઅપ ડાલાની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે ચોરખાનું બનાવેલું હોવાનું નજરે પડ્યું હતું. જેના બોલ્ટ ખોલી જોતાં તેમાંથી વિદેશી દારૂના ૬૭૫ નંગ ક્વાર્ટર કિંમત રૂ.૩૩,૭૫૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦૦, રોકડા રૂ.૨૫૦૦ અને અશોક લેલેન્ડ પીકઅપ ડાલુ કિંમત રૂ. લાખ મળી કુલ રૂ.,૪૧,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂની હેરાફેરી કરતાં પકડાયેલાં બંને ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)