Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

આણંદ: જિલ્લાના ધર્મજ-તારાપુર રોડ ઉપર દંતેલી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે આગળ જઈ રહેલ મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર પિતા-પુત્રીનું શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ ંહતું જ્યારે માતાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધર્મજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ વડદલા ગામે વિપુલભાઈ રમણભાઈ ઠાકોર (ઉં..૩૧) પોતાના પરિવાર સાથે રહે છે. ગુરૂવારના રોજ તેઓ  પોતાની મોટરસાયકલ ઉપર પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્રી રીયુ (ઉં..)ને બેસાડી પોતાની સાસરી માણેજ ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ સાંજના સુમારે પરત ઘર તરફ આવવા નીકળ્યા હતા.

(5:29 pm IST)