Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરત નજીક દેલવાડામાં કરોડોની જમીન બે જુદા જુદા માલિકોને એક સાથે વેચી દઈ છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેર નજીક દેલાડવા ગામની કરોડો રૃપિયાની કિંમતી જમીનની ખરીદ પેટે પુરેપુરો અવેજ કૌટુંબિક સંબંધીને ચુકવી દીધો હોવા છતા પણ આજ દિન વેચાણ દસ્તાવેજ કરવા માટે વાયદા પર વાયદા કરવા ઉપરાંત અન્યને જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત કરનાર ખેડૂત અને હજીરા રોડના છબછબા છબ રિસોર્ટના માલિક  વિરૃધ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

અઠવાલાઇન્સ સ્થિત સંત કૈવલ સોસાયટીમાં રહેતા ભૂતપૂર્વ કોર્પોરેટર એવા ખેડૂત સુનીલ નટવરલાલ પટેલએ ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના રેવન્યુ સર્વે નં. 276ના બ્લોક નં. 356 વાળી જમીન પિતરાઇ બનેવી વસંત દેસાઇના સગા ભાઇ બચુભાઇ મણીલાલ પટેલ અને તેમના વારસદાર પાસેથી ખરીદી હતી. જમીન ખરીદી પેટે સુનીલભાઇએ રૃા. 7 લાખનું પેમેન્ટ જે તે વખતે ચુકવી આપ્યું હતું. જેથી જમીનનો કબ્જા સહિતનો ભોગવટો ખેડૂત બચુભાઇએ સુનીલભાઇને વર્ષ 2001માં સોંપી દીધો હતો અને જમીન નવી શરતની હોવાથી કલેક્ટર કચેરીમાંથી જુની શરતમાં ફેરવવાનો હુક્મ મેળવ્યા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવાનો ભરોસો આપી નોટોરાઇઝ લખાણ પણ કરી આપ્યું હતું. જે પેટે સુનીલભાઇએ બચુભાઇને રૃા. 3 લાખ અને રૃા. 10 લાખ મળી વધારેના રૃા. 13 લાખ પણ ચુકવી આપ્યા હતા. દરમ્યાનમાં ઓગષ્ટ 2009માં બચુભાઇએ વિક્રમ પંકજ પટેલના નામે એક પાવર ઓફ એટર્ની લખી આપી હતી અને તેના આધારે એક સાટાખત લખી આપી વધુ પૈસાની માંગણી કરતા રૃા. ૨૯ લાખ સુનીલભાઇએ બચુભાઇ અને તેમના વારસદારોને ચુકવી આપ્યા હતા.

(5:28 pm IST)