Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતના વરાછામાં અમર જવેલર્સમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ બે આરોપીને ઝડપી 7 દિવસના રિમાન્ડ મંજુર કરાવડાવ્યા

સુરત: શહેરમાં આવેલ વરાછાના અમર જ્વેલર્સમાં થયેલા ફાયરીંગ પ્રકરણમાં ગત રોજ ઝડપી પાડવામાં વધુ આરોપીઓને આજ રોજ વરાછા પોલીસે કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. જો કે ઝડપાયેલા બંન્ને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસને ગોળ-ગોળ ફેરવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વરાછાના અમર જ્વેલર્સમાં ફાયરીંગ કરવાના પ્રકરણમાં રંગેહાથ ઝડપાયેલા રીઢા ગુનેગાર વિજય કરપડાની પુછપરછના આધઆરે પોલીસે ગત રોજ તેના બે સાથીદાર મહેન્દ્ર ઉર્ફે મેન્દુ કનુભાઇ વાળા અને કપિલ વજુભાઇ દવેને ઝડપી પાડયા હતા. જેમને આજ રોજ વરાછા પોલીસે કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રંગેહાથ ઝડપાયેલા વિજય કરપડાએ કબુલાત કરી હતી કે અમર જ્વેલર્સના માલિક પર ફાયરીંગ રાજસ્થાનના ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોયના ઇશારે કર્યુ હતું અને ફાયરીંગ કરવા માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે ઇન્દોરથી વિજય લઇ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર અને કપિલની પ્રાથમિક પુછપરછમાં તેઓ એવું રટણ કરી રહ્યા છે કે વિજય અને મહેન્દ્ર ઇન્દોર ગયા હતા. જયાંથી તેઓ કામરેજ ગોપાલ નગરમાં રહેતા કપિલના ઘરે આવ્યા હતા. જયાંથી તેઓ મોપેડ પર ફરવા માટે વરાછા વિસ્તારમાં આવ્યા હતા અને વિજયે જ્વેલર્સના શો-રૃમમાં જઇ ફાયરીંગ કર્યુ હતું. પરંતુ વિજયના પ્લાનીંગથી તેઓ અજાણ હોવાનું કહી હાલમાં પોલીસને ગોળ-ગોળ ફેરવી રહ્યા છે. 

(5:27 pm IST)