Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

નર્મદામાં બાળકોને વાહનો આપતા વાલીઓએ ચેતવા જેવી ગંભીર ઘટના

૧૨ સાઇન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘરેથી કેવડિયા મો.સા.લઈ ટ્યુશને જતા પડી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લબર મુછીયા સંતાનોને વાહનો આપતા વાલીઓએ ચેતવા જેવી ઘટના કેવડિયા ખાતે બની જેમાં ટ્યુશન ક્લાસમાં મો.સા.લઈ જતો બાળક પડી જતા મોત થયું હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર તીલકવાડાના છત્રપુરા ગામના રાજેશભાઈ વીઠ્ઠલભાઈ વસાવાનો પુત્ર ધ્રુવ કેવડીયાની સ્વામિનારાયણ સ્કૂલ માં ધોરણ ૧૨ સાઇન્સમાં અભ્યાસ કરતો હતો. તે ગતરોજ છત્રપુરા થી કેવડીયા કોલોની ટ્યુશન ક્લાસમા પોતાની મો. સા. નં.GJ 22 K 3247 લઇને કેવડીયા કોલોની આવતા નર્મદા નિહાર હોટલ સામે પોતાની મોસા પુરઝડપે હંકારતા રોડની સાઇડ પડી જતા સારવાર માટે દવાખાને દાખલ કરતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે ગુનો દાખલ કરી કયદેસર કાર્યવાહી કરી હતી.

(4:23 pm IST)