Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અમદાવાદની ક્રિષ્ના ગોલ્ડ પેલેસની લુંટ કોશીષનો રીઢો ગુનેગાર ઝડપાયો

લઠ્ઠાકાંડ અને અનેક લુંટોમાં ફરારી વિશાલ પરમાર હથીયાર સાથે એસઓજી ક્રાઇમના ડીસીપી ડો.હર્ષદ પટેલ ટીમ દ્વારા જબ્બે : એમપીના કુવિખ્યાત મુરેના જીલ્લાના અમીતસિંગે લુંટનું આખુ પ્લાનીંગ પોલીસ સમક્ષ આ અગાઉ વર્ણવેલું

રાજકોટ, તા., ૨૯: અમદાવાદની ક્રિષ્ના ગોલ્ડ પેલેસ નામની જવેલર્સની દુકાનમાં હથીયારો સાથે લુંટની કોશીષ કરનારા શખ્સો પૈકીના વિશાલ પરમારને અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી તેની પાસે દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧, મેગ્જીન તથા ૪ કારતુસ સાથે ઝડપી લીધા છે.

પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે આ ઘટનાને ગંભીર ગણી સ્થાનીક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલ ટીમને આરોપીઓને કોઇ પણ ભોગે ઝડપી લેવા માટે આપેલી સુચના  સંદર્ભે એસઓજીની વિવિધ ટીમોની શોધખોળ અને પેટ્રોલીંગ દરમિયાન એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ તથા પીએસઆઇ વાય.એસ.શિરસાઠ ટીમ દ્વારા વિશાલ પરમારને ઝડપી લેવામાં આવેલ.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીની  નાયબ પોલીસ કમિશ્નર ડો.હર્ષદ પટેલ દ્વારા  આગવી ઢબે થયેલી પુછપરછમાં આરોપીએ ક્રિષ્ના ગોલ્ડ પેલેસ નામની જવેલર્સની દુકાનોમાં હથીયારો સાથે રાખી પોતાના સાથીઓ સાથે લુંટની કોશીષ કર્યાનું કબુલવા સાથે અગાઉના ઓઢવ પોલીસ સ્ટેશનના લઠ્ઠાકાંડના ગુન્હા તથા નિકોલ, શાહીબાગ, વટવા અને ચાંદખેડાના લુંટના ગુન્હામાં અગાઉ પકડાયાની પણ કબુલાત આપી હતી.

અત્રે યાદ રહે કે મધ્યપ્રદેશના કુવિખ્યાત મુરેના જીલ્લાના સુનીલસિંગ તોમરે આ અગાઉ પોતે કઇ રીતે સાથીઓ સાથે લુંટ કરવા ગયેલા અને લુંટ દરમિયાન એક રિક્ષા દ્વારા વોચ રાખવા માટે કઇ રીતે પ્લાન ઘડેલો અને ફરીયાદીએ તેને કઇ રીતે ઝડપાવી દીધેલ તેની કબુલાત પણ આ અગાઉ આપ્યાની  બાબત જાણીતી છે. 

(11:41 am IST)