Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સરકારી પોલી ટેકનિકલ કોલેજમાં ABVPનો હોબાળો : સીટો ઘટાડવાના સરકારના નિર્ણંયનો વિરોધ; કોલેજ કરાવી બંધ

ABVPએ સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપ્યું હતું

 

અમદાવાદ : સરકારી પોલી ટેકનિકલ કોલેજમાં ABVP હોબાળો કર્યો છે. હોબાળો કરી ABVP કોલેજ બંધ કરાવી છે. ચાલુ ક્લાસમાં ABVPના કાર્યકરો ઘુસી આવ્યા હતા અને હોબાળો કરી કોલેજ બંધ કરાવી છે. સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજોની સીટો ઘટાડવાના સરકારના નિર્ણયનો એબીવીપીએ વિરોધ કર્યો છે.

ABVP રાજ્યની સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપ્યું હતું. તેમ છતાં કોલેજો ચાલુ રાખતા ABVP હોબાળો કરી વિરોધ દર્શાવ્યો છે. એબીવીપીનું કહેવું છે કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ રૂપિયા પંદરસોથી બે હજાર રૂપિયામાં એન્જીનિયર બની શકે છે. પરંતુ સરકારે રાજ્યની સરકારી પોલીટેકનિક અને એન્જીનીયરીંગ કોલેજોમાં 10 હજારથી વધારે સીટો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેનો એબીવીપી દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

(11:25 pm IST)