Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

21 ફેબ્રુઆરીથી અમદાવાદમાં ત્રણ દિવસ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

ગુજરાતી સહિત તમામ ભાષાની શોર્ટ ફિલ્મનુ 2200થી વધુ રજીસ્ટેશન

 

અમદાવાદ : અમદાવાદમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ યોજાશે. ભારતીય ચિત્ર સાધના દ્વારા 21 થી 23 ફેબ્રુઆરી સુધી શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલનુ આયોજન કરાયું છે  જેમાં ગુજરાતી સહિત તમામ ભાષાની શોર્ટ ફિલ્મનુ 2200થી વધુ રજીસ્ટેશન કરાયું છે. ફિલ્મ ફેસ્ટિવલમા ટૂંકી, દસ્તાવેજી, કાલ્પનિક, શોર્ટ એનિમેટેડ અને કેમ્પસ ફિલ્મોનુ સ્ક્રેનિંગ કરી એવોર્ડ અને 10 લાખથી વધુના કેશ પ્રાઈઝ પણ આપવામાં આવશે.

  ઉગતા કલાકારો અને અનુભવી કલાકારો સાથે સંવાદ યોજાશે. જોકે 2016માં પ્રથમ વખત શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, અને ત્યાર બાદ દર બે વર્ષે શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલનુ આયોજન કરવાનુ વિચાર્યુ હતુ. 2018માં પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અને 2020માં અમદાવાદમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનુ આયોજન થઈ રહ્યુ છે. ત્યારે ભારતીય ચિત્ર સાધના જનરલ સેક્રેટરી સુનિલ શાહે જણાવ્યુ હતુ કે, "મોટી સંખ્યમાં યુવાનો જોડાય. અને ફેસ્ટિવલને સફળ બનાવે.

(10:06 pm IST)