Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાયરસ લક્ષણ......

સાવચેતી રાખી સાવધાન રહી શકાય છે

અમદાવાદ,તા.૨૯ : ચીન સહિત જુદા જુદા દેશોમાં ભારે હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે પણ કમસ કસી લીધી છે. જેના ભાગરૂપે અમદાવાદ, વડોદરાની સિવીલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના કમિશ્નર ડૉ. જયતી રવિએ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં જઈને માહિતી મેળવી છે. એલર્ટ વચ્ચે કોરોના વાયરસના લક્ષણ શું છે અને કઈ રીતે રોકી શકાય છે તે નીચે મુજબ છે.

કોરોના વાયરસના લક્ષણો શું છે

*       સામાન્ય લક્ષણોમાં માથામાં દુખાવો રહે છે

*       સામાન્ય લક્ષણોના ભાગરૂપે ગળામાં કફની તકલીફ રહે છે

*       લક્ષણના ભાગરૂપે માંસપેશિઓમાં દુખાવો રહે છે

*       સામાન્ય લક્ષણોના ભાગરૂપે અસ્વસ્થ હોવાનો અનુભવ થાય છે

*       તેજ તાવ આવવાની બાબત પણ લક્ષણ સમાન છે

*       શરીરના કેટલાક અંગ કામ કરવાનું બંધ કરે છે

        સાવચેતી કઈ રીતે કરાય

*       ભીડભાડવાળા વિસ્તારો પર જવાનું ટાળવુ જોઈએ

*       વાયરસ એકથી બીજામાં ફેલાય છે જેથી સાવચેતી રાખવી જોઈએ

*       કોઈપણ જગ્યા પર જતીવેળા માસ્ક પરેવાની જરૂર છે આનાથી વાયરસથી બચી શકાય છે

*       વાયરસ માટે હજુ સુધી કોઈ રસી અને દવા ઉપલબ્ધ બની નથી

*       કોરોના વાયરસમાં કોઈપણ પ્રકારની એનટીબાયોટીક કામ કરતી નથી

*       હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી વ્યક્તિના અંગો કામ કરવાનું બંધ ન કરે તે માટે વધારે પ્રમાણમાં ચીજવસ્તુ આપવી જોઈએ

*       માસ્ક પહેરતીવેળા કોઈ પણ અન્ય ચીજોને સ્પર્શ કરવી જોઈએ નહી

*       વાયરસ બહારની હવાના સંપર્કમાં આવે છે જેથી માસ્કને ઇન્ફેક્શન માટે ઘર બનાવી શકે છે જેથી માસ્ક પહેરી  લીધા બાદ મોને સ્પર્શ કરવું જોઈએ નહીં

*       જાહેર સ્થળોથી આવ્યા બાદ ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુને સ્પર્શ કરતા હાથ ધોઈ કાઢવા જોઈએ

(8:34 pm IST)