Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ખેડા જિલ્લા એલસીબીએ રાત્રીના સમયે ડભાણ નજીકથી પેટ્રોલિંગ કરી બાઈક પરથી 30 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ખેડા: જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગતરોજ રાત્રીના સમયે નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એક ઈસમ બાઈકની ટાંકી પર મૂકેલા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડભાણથી પીજ ચોકડી તરફ જનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ડભાણ ગામની સીમમાં આવેલ હ્યુન્ડાઈ શોરૂમ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન રાત્રીના દશ વાગ્યાના અરસામાં માર્ગ પરથી આવતાં એક બાઈક નં. જીજે-૦૭, બીકે-૮૪૯૬ની ટાંકી પર કોથળો મૂકેલો હોઈ પોલીસે તેને રોક્યું હતું. અને બાઈકના ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ ધીરૂભાઈ -મણભાઈ ડાભી (રહે.સહજાનંદ પેલેસ પાછળ,ડભાણ,તા.નડિયાદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેના કોથળાની તલાશી લેતાં તેમાં બે પુઠાના બોક્સમાંથી રૂ.૯૬૦૦ કિંમતની ૨૪ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી દારૂના જથ્થા સાથે બાઈક પર જતાં ધીરૂભાઈ ડાભીની ધરપકડ કરી કડકાઈ દાખવી ધીરૂભાઈ ડાભીની વધુ પૂછપરછ હાથ ધરતાં તેણે દારૂનો અન્ય જથ્થો પોતાના ઘરે સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની ટીમ ધીરૂભાઈને લઈ તેના ઘરે પહોંચી હતી. અને ઘરના રસોડામાં સંતાડીને મુકેલી વિદેશી દારૂની ૪૨ નંગ બોટલો કિંમત રૂ.૨૧,૦૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

(5:54 pm IST)