Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કઠલાલ તાલુકાના કાકરખાડમાં ગામની સીમમાં એકલવાયું જીવન પસાર કરનાર વૃદ્ધ મહિલાની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા વધુ તપાસ હાથ ધરાઈ

કઠલાલ: તાલુકાના છેવાડે આવેલ કાકરખાડ ગામની સીમમાં એકલવાયુ જીવન જીવતી વૃધ્ધ મહિલાની હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કઠલાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ, એફએસએલ સહિતની ટીમો સાથે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કઠલાલ તાલુકાના કાકરખાડ ગામની સીમમાં સવિતાબેન ફુલસિહ સોઢા નામની ૬૫ વર્ષીય મહિલા રહે છે. સવિતાબેનને લગ્ન જીવનમાં કોઇ તકલીફ હોવાથી ઘણા વર્ષોથી તેઓ પોતાના મામાના ખેતરમાં રહેતા હતા. ગતરાત્રી દરમ્યાન સવિતાબેન પોતાના ખેતરની ઓરડીમાં સુતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ઓરડીમાં પ્રવેશ કરી સવિતાબેનના હાથ અને ગળાના ભાગે તિ- હથિયારના ઘા જીંકી તેમની હત્યા કરી નાખી હતી. ઘટના અંગે કોઇ સ્થાનિક દ્વારા કઠલાલ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, ડીવાયએસપી, ડોગ સ્ક્વોડ સહીતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોચી ગયો હતો. જેઓએ ઘટના સ્થળની જીણામાં જીણી તપાસ હાથ ધરી હત્યારાનું પગેરૂ સોધવા કામગીરી શરૂ કરી દીધી હતી.

(5:53 pm IST)