Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફરસાણના ધંધાની આડમાં વડોદરામાં વ્યાજ વટાવનો ધંધો ચલાવનાર બે ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં પાંચ લાખ રૃપિયા વ્યાજે લેનાર એલ.આઈ.સી. એજન્ટે .૪૯ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. તેમ છતાંય વ્યાજખોરો દ્વારા એલ.આઈ.સી. એજન્ટ પાસે વધુ રૃપિયા પડાવવા માટે ધાકધમકીઓ આપી ચેક રિટર્નથી ફરિયાદ કરવામાં આવી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને છેવટે એજન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે લાલબાગ કુંભારવાડામાં રહેતા એલ.આઈ.સી. એજન્ટ મહેશ રમણભાઈ પ્રજાપતિને ઓક્ટોબર- ૨૦૧૮માં  પર્સનલ લોન તથા ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી માટે  રૃપિયાની જરૃર પડતાં મિત્ર વિજય ઠક્કરને વાત કરી હતી. વિજય ઠક્કરે લાલાજી ફાઈનાન્સના નામે નાણાં ધીરધારને ધંધો કરતાં  ત્રિલોક ભીખાભાઈ ત્રિવેદી (રહે. પરમ પેરેડાઈઝ ગોત્રી રોડ)નો સંપર્ક કરાવ્યો હતો. વિજય ઠક્કરના કહેવાથી વિજયના ભાઈ અજય ઠક્કરે ત્રિલોક ત્રિવેદી  નહી પણ નિર્મળાબેન દિનેશચંદ્ર ત્રિવેદી પાસેથી પાંચ લાખ રૃપિયા ૨૦ ટકાના વ્યાજે અપાવ્યા હતા. નિર્મળાબેન ત્રિવેદી અજય ઠક્કર અને વિજય ઠક્કરના ફોઈ થાય છે. પાંચ લાખની સામે મહેશ પ્રજાપતિએ .૪૯,૪૦૦ રૃપિયા ચૂકવી દીધા હોવા છતાંય નિર્મળાબેન ત્રિવેદીએ મહેશ પ્રજાપતિના ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને છેવટે મહેશ પ્રજાપતિએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે . અજય ધીરજલાલ ઠક્કર . વિજય ધીરજલાલ ઠક્કર (બંને રહે. જયદીપ કોમ્પલેકસ સામે પ્રતાપનગર) તથા . નિર્મળાબેન દિનેશચંદ્ર ત્રિવેદી (રહે.મજમુદારનો વાડો, ખારીવાવ રોડ , દાંડિયાબજાર વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)