Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નર્મદા જિલ્લાના ૩૫૦ જેવા HIV પીડિતોને તબીબી સહાયના નાણાં આપવામાં તંત્રના અખાડા

સરકારના કાયદાની ઉપરવટ જાઈ પોતાના નિયમ બનાવી મનમાની કરતા આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ સામે અધિકારીઓ કેમ મૌન ? :સહાયમાં વર્ષમાં એક વાર એફિડેવિટ કરાવવાના બદલે તબીબી સહાય માટે દર મહિને નવું ફોર્મ ભરવા દબાણ :ખોટા નિયમ કોના હુકમથી બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લગભગ ૩૫૦ જેવા HIV પીડિતો હોય તેમની હાલ શુ દશા છે એ તરફ તંત્ર તદ્દન નિષ્ક્રિય બની બેઠું હોય એમ લાગે છે જેમાં હાલ આ જિલ્લામાં HIV પીડિતોની સંખ્યાનો સાચો આંકડો પણ કદાચ કોઈ પાસે નથી હોય સાથે આ પીડિતો માટે સરકાર નવી નવી યોજનાઓ કે સહાયો ભલે શરૂ કરે પરંતુ એ જેતે દર્દીઓ સુધી નિયમિત પહોંચતી નથી જેમાં આરોગ્ય વિભાગના કેટલાક મનમાની કરતા કર્મચારીઓ જવાબદાર હોય તેવા કર્મચારીઓ વિરુદ્ધ અધિકારીઓ કેમ પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે એ સમજાતું નથી.

  સરકારની કોઈ પણ સહાય હોય લાભાર્થીએ વર્ષ માં એક વાર તેનું નવું રિન્યુઅલ કરાવવું પડે તેવો નિયમ હોવા છતાં HIV પીડિતોને દર મહિને મળતા તબીબી સહાયના ૫૦૦ રૂપિયા નિયમિત મળતા નથી ઉપરથી આરોગ્ય વિભાગના કકર્મચારીઓ દર મહિને પીડિતોએ ફોર્મ ભરી નવું રિન્યુઅલ કરવાના ખોટા નિયમો બનાવી દર્દીઓને ખોટા ધક્કા ખવડાવે છે છતાં આવા મનમાની કરતા સ્ટાફ વિરુદ્ધ આરોગ્યના અધિકારીઓ પગલાં લેતા ન હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  એક તરફ ફોર્મ લેનાર કર્મચારી એમ જણાવે છે કે ઉપરી અધિકારી નો હુકમ છે માટે દર મહિની હયાતીનો દાખલો આપવો પડશે નહીતો સહાય નહિ મળે.જ્યારે બીજી બાજુ  અધિકારી મેં કઈ આવું કહ્યું નથી છતાં ક્યાં અટકે છે તે હું તપાસ કરાવી લવ તેવી વાત કરતા હોય બંને ની બાય બાય ચાયની વચ્ચે બિચારા HIV પીડિતો કામ ધંધા છોડી સહાય માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે નર્મદાના દરેક HIV પીડિતોને નિયમિત નિયમ મુજબ સહાય મળે તેવી માંગ ઉઠી છે.

(3:20 pm IST)