Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદ સહિત રાજ્યમાં લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ સતર્ક: સઘન પેટ્રોલિંગ શરૂ

લઘુમતી સહિત અન્ય સ્વૈચ્છિક સંસૃથાઓએ બંધને સફળ બનાવવા પ્રયત્નશીલ

અમદાવાદ : સીએએ-એનઆરસી કાયદાના વિરોધમાં દેશભરમાં હજુય પ્રદર્શન થઇ રહ્યાં છે. દલિત સહિત રાષ્ટ્રીય સંગઠન-ભીમ આર્મી ઉપરાંત લઘુમતી સંસ્થાઓએ તા.29મી જાન્યુઆરીએ ભારત બંધનુ એલાન આપ્યું છે ત્યારે ગુજરાતમાં ય આ બંધની અસર વર્તાય તેમ છે. બંધને માલધારી સહિત અન્ય સમાજોએ પણ સમર્થન કર્યુ છે. આ જોતાં અમદાવાદ સહિત રાજ્યમાં ખાસ કરીને લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ છે

   લઘુમતી સહિત અન્ય સ્વૈચ્છિક સંસૃથાઓએ બંધને સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ કર્યો છે સાથે સાથે સોશિયલ મીડિયામાં સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખીને બંધને સફળ બનાવવા આગેવાનો-નેતાઓ અપીલ કરી રહ્યાં છે. કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ સતર્ક બની છે.

(11:52 am IST)