Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કાલથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે ;વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન વધશે

દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના :સૌરાષ્ટ્ર-કચ્છ અને દવરકામાં છુટોછવાયો વરસાદ પડે તેવી આગાહી

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી ભોગવતા લોકો માટે રાહતના સમાચાર છે  આવતીકાલથી જ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે. 30 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની સાથે જ લોકોને રાહત થશે.

 બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં તેમજ દ્વારકામાં કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

(10:09 pm IST)