Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદમાં વધુ એક હત્યા ;ઠક્કરનગરમાં યુવાન વેપારીની છરીના ઘા ઝીકી હત્યા

પ્રતીક અને વિક્રમે ઝઘડાની અદાવતમાં કર્યો જીવલેણ હુમલો: ભાઇ ખડા સરકાર સે બડા' એવા ફિલ્મી ડાયલોગને કારણે માથાકૂટ સર્જાઈ હતી

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે શહેરમાં દર બે દિવસે એક હત્યાની ઘટના બની રહી છે નારોલમાં વ્યાજખોરોએ યુવકની કરેલી ઘાતકી હત્યાનો મામલો હજુ શાંત નથી થયો ત્યારે ગઇ કાલે મોડી રાતે ઠક્કરનગરમાં યુવાન વેપારીની જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરાતાં ચકચાર મચી ગઇ છે.જાણવા મળ્યા મુજબ 'ભાઇ ખડા સરકાર સે બડા' એવા ફિલ્મી ડાયલોગ વેપારી ઠક્કરનગર પાસે આવેલી મસ્કાબનની લારીવાળાને બોલ્યો હતો જેના પગલે થયેલા ઝઘડાની અદાવતમાં બે યુવકોએ છરીના ઘા ઝીકી હત્યા કરી હતી .

  અંગે બાપુનગર વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા મેહુલ રવીન્દ્રભાઇ બારોટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધ કરેલ ફરિયાદ મુજબ કાલે મોડી રાતે ઠક્કરનગર વિસ્તારમાં ભૂદેવ મસ્કાનબનની લારી પાસે મેહુલ તેના મિત્ર રિવ જીતેન્દ્રભાઇ ગજેરા સાથે ઊભો હતો તે સમયે પ્રતીક ઉર્ફે મચ્છર વિજયભાઇ ત્રિવેદી (રહે. જ્યાેતિજાગૃતિ સોસાયટી, ઇન્ડિયા કોલોની, બાપુનગર) અને વિક્રમ ઉર્ફે વિકો અમરતભાઇ રબારી (રહે. વિરમનગર, રબારીવાસ, ઠક્કરનગર) પણ મસ્કાબનની લારી પર હાજર હતાપ્રતીક અને વિક્રમે રિવને જોતાંની સાથે તેના પર હુમલો કર્યો હતો, જેમાં પ્રતીક રિવને ઉપરાછાપરી ચપ્પાના ઘા ઝીંકીને ફરાર થઇ ગયાે હતાે. ઇજાગ્રસ્ત રિવને બચાવવા માટે મેહુલે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવી દીધી હતી. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને રિવને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં રિવએ દમ તોડી નાખ્યો હતો.

    ફરિયાદી મેહુલે જણાવ્યું છે કે રિવ તેના પરિવાર સાથે રહે છે અને બંગડીઅોની દુકાન ધરાવે છે. થોડાક દિવસ પહેલાં રિવ તેના મિત્રો સાથે ભૂદેવ મસ્કાબનની લારી પાસે ઊભો હતો તે સમયે મસ્કાબનની લારી ધરાવતા યુવક સાથે રિવ મસ્તીમજાક કરી રહ્યો હતો અને ભાઇ ખડા સરકાર સે બડા નામનો ફિલ્મી ડાયલોગ બોલતો હતો ડાયલોગ સાંભળીને મસ્કાબનની લારી પાસે ઊભેલા પ્રતીક અને વિક્રમે રિવ સાથે માથાકૂટ કરી હતી અને અહીંયાંનો તું દાદા થઇ ગયો છે તેમ કહીને બબાલ કરી હતી. લોકોએ વચ્ચે પડીને બન્ને પ્રતીક અને રિવ વચ્ચે થયેલી બબાલને શાંત કરાવીને સમાધાન કરાવ્યું હતું.

   બે દિવસ પહેલાં રિવ મસ્કાબનની લારી પર આવ્યો હતો ત્યારે પ્રતીક અને વિક્રમે તેના મિત્રો સાથે મળીને રિવ સાથે મારઝૂડ કરી હતી ગઇ કાલે મોડી રાતે રિવ તેના મિત્રો સાથે મસ્કાબનની લારી પર આવ્યો ત્યારે વિક્રમે રિવને પકડી રાખ્યો હતો અને પ્રતીકે તેની પાસે રહેલું ચપ્પું કાઢીને તેના પર હુલાવી દીધું હતું.

    ઠક્કરનગરના જાહેર રોડ પર યુવક પર ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પ્રતીક અને વિક્રમ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે રિવની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.અત્રે  ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૮ દિવસમાં શહેરમાં હત્યાની ઘટના ઘટી છે, જેમાં વિસ્તારમાં થઇ છે, જ્યારે એક હત્યા પશ્ચિમ વિસ્તારમાં થઇ છે.

(11:39 pm IST)