Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

હવે અમદાવાદની એલ,જી,હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે બાઉન્સરો પુરા પડાશે

દર્દીના સંબધીઓ દ્વારા મહિલા તબીબ સાથે ગેરવર્તન બાદ સલામતી આપવાની ડોક્ટરોની માંગણીનો સ્વીકાર કરાયો

 

અમદાવાદ ;અમદાવાદના એલ,જી,હોસ્પિટલમાં દર્દીઓના જીવનની સુરક્ષા કરતા ડોક્ટરોની સુરક્ષા માટે હવે બાઉન્સરો તૈનાત રહેશે એલ.જી. હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ દ્વારા મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન થયા બાદ ડોક્ટરોએ તંત્ર સમક્ષ સલામતી પૂરી પાડવાના માંગણી કરી હતી અને તંત્રએ પણ ડોક્ટરોની માંગણીને સ્વીકારી તેમને બાઉન્સરો પૂરા પાડવાની બાંહેધરી આપી છે

 

(12:31 am IST)