Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બાઈક પર ફરવા નીકળેલા બોડેલીના ત્રણ યુવાનોને અકસ્માત ;બેન મોત ;એક ગંભીર

બાઈકચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ;યુવાનોના કમકમાટીભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ

છોટાઉદેપુર:રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ છોટાઉદેપુરમાં સર્જાયો છે.બોડેલીના ત્રણ મિત્રો બાઈક લઈને ફરવા માટે નિકળ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.જેમાં બે યુવાનોના મોત નિપજ્યા હહે જયારે કે યુવાનને ગંભીર ઇજા પહોંચી છે

  જાણવા મળતી વિગત મુજબ બોડેલી ગામના 3 યુવાનો બાઈક પર ફરવા માટે નિકળ્યા હતા.મોડી રાત્રે ત્રણેય યુવાનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યાં હતા.તે દરમિયાન બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે 1ને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર બનાવને પગલે બોડેલી ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. કારણ કે એક સાથે 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા હોવાથી ગામમાં માતમ છવાય ગયો છે.

(8:47 pm IST)