Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ધરમપુરના તામછડી નજીક જીપ પલ્ટી ખાઈ જતા 13ને ઇજા :ત્રણની હાલત ગંભીર

પહાડી રસ્તા પર ટેન્કર સામે આવી જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો

વલસાડઃ ધરમપુરના તામછડી નજીક જીપ પલટી ખાઈ જતા 13 વ્યક્તિને ઈજાઓ થઈ હતી, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

  જાણવા મળતી વિગત મુજબ વલસાડના તામછડી ગામ પાસે ભરાતા હાટવાડામાં ખરીદી કરી પેસેન્જર જીપમાં ઘર તરફ જઈ રહેલા લોકોની જીપ પહાડી રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે રસ્તા પર એક ટેન્કર આવી જતાં જીપચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જીપ પલટી મારી ગઈ હતી.આ ઘટનામાં જીપમાં સવાર તમામ 13 વ્યક્ર્તિને ઈજા થઈ હતી.        

    આ અકસ્માતની જાણ થતા આસપાસના સ્થાનિકો દ્વારા ઘટનાસ્થળેદોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 3 વ્યક્તિની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ધરમપુર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(8:46 pm IST)