Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદના ધોળકામાં જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકતા ગૌમાતાના જીવનું જોખમ

અમદાવાદઃ ધોળકામાં હોસ્પીટલો દ્વારા બહાર ફેંકવામાં આવતા મેડીકલ ેવસ્ટના કારણે ગૌમાતા ઉપર ગંભીર જોખમ હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે.

અમદાવાદના ધોળકામાં મલાવ તળાવના બગીચા પાસે જાહેરમાં હોસ્પીટલો દ્વારા બાયો મેડીકલ વેસ્ટ કચરો નાખવામાં આવી રહયો છે. જેથી સ્થાનીકોમાં રોષ ભભુકી ઉઠયો છે.

આ હોસ્પીટલો દ્વારા નખાતા કચરાથી રોગચાળો ફેલાવાની ભીતી સ્થાનીકોને સતાવી રહી છે.સાથે સાથે રખડતી ગાયો પણ આ કચરાને ખાતી જોવા મળે છે. જો કે શહેરના જાગૃત નાગરીકો દ્વારા આ અંગે તંત્રને લેખીતમાં ફરીયાદ કરવામાં આવશે.

દવાખાનામાંથી નિકળતા બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શીકા અનુસાર જ જોખમી કચરાનો નિકાલ કરવાનો હોય છે. પરંતુ ધોળકાના તબીબો સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવી હાલત જોવા મળી રહી છે.

(7:37 pm IST)