Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

રાજકોટની જેમ સુરતમાં બુટલેગરોનો આતંકઃ ૧૦ થી વધુ બાઇકમાં તોડફોડ

સુરતઃ રાજકોટમાં વાહનોમાં તોડફોડની ઘટના જેવી જ ઘટના સુરતમાં બનતા બુટલેગરો સામે લોકોમાં ભારે રોષ પ્રસરી ગયો છે.

પ્રાપ્ત માહીતીમુજબ સુરત શહેરના ઉઘનાના રોડ-૭ ની મોરાજી વસાહતમાં બુટલેગરોએ તિક્ષ્ણ હથીયારો લઇને વાહનોમાં તોડફોડ કરી હતી.

મળતી માહીતી પ્રમાણે સુરતના ઉધનાના મોરાજી વસાહતમાં આશરે ર૦ થી રપ જેટલા બુટલેગરો તિક્ષ્ણ હથીયારો લઇને ઘુસી મળતી માહીતી પ્રમાણે સુરતના ઉધનાના મોરાજી વાહતમાં આશરે ર૦ થી રપ જેટલા બુટલેગરો તિક્ષ્ણ હથીયારો લઇને ઘુસી આવ્યા હતા. ત્યાર બાદ વસાહતમાં પાર્ક કરેલી ૧૦ થી ર૦ જેટલી મોટર સાયકલ અને રીક્ષામાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. બુટલેગરોના આતંકથી સ્થાનીક લોકોમાં ભયનો માહોલ સર્જાતા ભાગદોડ મચી ગઇ હતી.

આ સાથે સ્થાનીક મહિલાઓએ આ લુખ્ખા તત્વોનો વિરોધ કરતા તલવારના ઘા માર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટનામાં બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી. વસાહતમાં લગ્ન પ્રસંગ હોવાથી આવા પ્રકારની ઘટના બનતા લોકોમાં ભય પ્રસર્યો હતો.

 

(7:37 pm IST)