Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વડોદરામાં પાણીની પાઇપ લાઇન તૂટતા અનેક વિસ્તારોમાં વગર વરસાદે પાણી-પાણી

વડોદરાઃ વડોદરામાં પાણીની પાઇપલાઇન તૂટતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા દોડધામ મચી ગઇ હતી.

વડોદરાના માંજલપુરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. માંજલપુર વિસ્તારમાં MGVCL લાઇટની કામગીરી દરમ્યાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું.

જેથી આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ  થયું હતું. અહીં વગર વરસાદે પાણી ભરાઇ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અધુરામાં પુરૂ MGVCL ના કર્મચારીઓ પાઇપલાઇનમાં ભંગાણ થતા રિપેરીંગ  માટે યોગ્ય કાર્યવાહી કરાવવાના બદલે સ્થળ છોડી પલાયન થઇ ગયા હતા.

(7:29 pm IST)