Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વડોદરા મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વેરા વધારા મુદ્દે બધડાટી

વડોદરાઃ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વેરામા વધારો કરાતા બધડાટી બોલી હતી.વડોદરા મહાપાલિકાની બજેટને લઇને આયોજિત સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં હંગામો મચ્યો હતો. જેમાં વેરામાં કરાયેલા વધારા સામે વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ વ્યકત કર્યો.

મહાપાલિકાના સત્તાધિશોએ આગામી બજેટમાં ૮૦ કરોડનો જે વેરો ઝિંકાયો છે, તેનો કોંગ્રેસે વિરોધ કરી વેરો પાછો ખેંચવાની માંગ કરી છે. જો વેરો પાછો ખેંચવામાં નહી આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.કોંગ્રેસના કોર્પોરેટરની ઉગ્ર રજુઆત બાદ સ્થાયિ સમિતિના બેઠકખંડ બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિપક્ષી સભ્યોએ સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ધસી જઇને વેરા વધારાના મામલે ઉગ્ર રજુઆતો કરી હતી.

(8:43 pm IST)