Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સ્તુત્ય પગલું...

ડીસા નગરપાલિકાએ સુરક્ષા જવાનો, વિધવાઓનો વેરો માફ કરવાનો નિર્ણય કર્યો : આવો નિર્ણય કરવાવાળી દેશની પ્રથમ નગરપાલિકા બની

ડીસા : ડીસા નગરપાલિકા બોર્ડની એક બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે સુરક્ષાદળનાં જવાનો, વિધવા બહેનોનો વેરો માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આવા સ્તુત્ય નિર્ણય સાથે ડીસા નગરપાલિકા સુરક્ષા જવાનોનો વેરો માફ કરનાર દેશની પ્રથમ નગરપાલિકા બની છે. નોંધનીય છે કે દેશની સુરક્ષા માટે સદા ખડેપગે રહેતા અને જેઓના કારણે દેશની સરહદો સલામત છે તેવા જવાનોનો વેરો માફ કરવાનો નિર્ણય કરા અર્થમાં એક ઉમદા નિર્ણય છે. લોકોએ આ નીએન્યને ખુબ આવકાર્યો છે.

(7:11 pm IST)