Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગુજરાત કોંગ્રેસનો મોટો નિર્ણંય:આગામી 75 નગરપાલિકાની ચૂંટણી કોંગ્રસ પંજાના નિશાન ઉપર લડશે

આગાઉ 42 ન.પ.ઓ પક્ષના નિશાન પર લડી હતી : બાકીની ન.પા. નાગરિક સમિતિ બનાવી લડ્યા હતા

અમદાવાદ,તા. ૨૯ :ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા આજરોજ રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ ગત સપ્તાહે  જાહેર કર્યા બાદ આજે ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓની આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે મુજબ આગામી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે જ અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૫ નગરપાલિકાઓ માટે વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર સત્તા મેળવવાની રાજકીય લડાઇ જોવા મળશે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ આજથી ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. આજથી ફોર્મ ભરવાનું શરૃ થયા બાદ તા.૩જી ફેબ્રુઆરી ઉમેદવારીફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મની ચકાસણી તા.૫મી ફેબ્રુઆરીએ થશે. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા અગાઉ કરી દેવામાં જ આવી છે. તો, સાથે સાથે  સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે તેવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૩-૨-૨૦૧૮ છે, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ તા.૫-૨-૨૦૧૮ નિયત કરાઇ છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો ઉમેદવારી પરત ખેચંવાની છેલ્લી તારીખ ૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. ૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચૂંટણી (મતદાન) યોજાશે, જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની ૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે ૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સિવાય છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી પણ યોજાશે.

(8:28 pm IST)