Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બનાસકાંઠા: ઝેરડામાં ખેતરમાં કરંટ લાગતા ગાયનું મોત

બનાસકાંઠા:માં કેટલાક ખેતર માલીકો પોતાના ખેતરમાં ઉભા પાકને નુકશાન કરતા પશુઓની ઘુસણખોરી રોકવા વીજ કરંટ લાગે તેવુ ઝટકા મશીન રાખતા હોય છે જે રાત્રી સમયે ચાલુ હોય છે. આ ઝટકા મશીનના સંપર્કમાં આવતા પશુને તીવ્ર કરંટનો જટકો લાગે છે. જો કે આવા જ ઝટકા મશીનના કરંટથી ઝેરડામાં એક ગાયનુ મોત થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ ઘટનાની વિગત જોઈએ તો ડીસા તાલુકાના ઝેરડા ગામે એક ખેડુતે પોતાના ખેતરમાં ઝટકા મશીન લગાવ્યુ હતુ. આ ઝટકા મશીન મોટાભાગે પશુઓની ખેતરમાં થતી ઘુસણખોરી અટકાવવા લગાવાય છે. જે ખેડુતો રાત્રી સમયે એકટીવ કરે છે. ઝેરડા ગામના ખેડૂતો પણ પોતાના ખેતરમાં મશીન લગાવી રાત્રી સમયે તે ચાલુ કર્યુ હતુ.  જો કે એક ગાય આ ઝટકા મશીનના સંપર્કમાં આવતા તેને કરંટ લાગ્યો હતો અને તે બાદ તરફડી આ ગાયનું  મોત થયુ હતુ.

જે બાદ વહેલી સવારે ગાયના માલીકને જાણ થતા તેને તપાસ કરતા ગાયના મોત માટે ઝટકામશીન જવાબદાર હોવાનુ બહાર આવ્યુ હતુ. જે બાદ ગાયના માલીકે આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ખેતર માલીક વિરૂધ્ધ  ફરીયાદ આપી હતી. જે મામલાની તપાસ ઝેરડા બીટ જમાદાર દેવાભાઈ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જટકા મશીનમાં જિલ્લામાં અગાઉ થરાદ પંથકમાં બે યુવાનો મોતને ભેટયા હતા અનેક પશુઓ પણ  રાત્રી સમયે ખોરાકની શોધમાં આ મશીનનો સીકાર બની મોતને ભેટે છે ત્યારે આ પ્રકારના મોતના મશીનો બંધ કરવા જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.

(5:52 pm IST)