Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

શામળાજી ચેક પોસ્ટ નજીક પોલીસે ટેમ્પામાં બોક્સની આડમાં લવાતો 7.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોડાસા: નેશનલ હાઈવે માર્ગની શામળાજી આરટીઓ ચેક પોસ્ટ પાસે આવેલ વેણપુર નજીકથી ઝડપી પડાયેલ ટેમ્પામાંથી વિદેશી દારૂની ૧૨૫ પેટીઓનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. ગેરબોક્સ પાર્ટસના બોકસની આડમાં ભરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા રૂપિયા ૭.૫૦ લાખના વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે શખ્શોને પોલીસે હવાલાતે કર્યા હતા.જયારે ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી શામળાજી પોલીસે રૂપિયા ૧૭,૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. શામળાજી પોલીસ સ્ટેશનના પોસઈ એન.એમ.ચૌધરી સહિતની ટીમ દ્વારા નેશનલ હાઈવે માર્ગના વેણપુર સ્ટેન્ડ નજીક રવિવારે નાકાબંધી કરાઈ હતી. દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટેમ્પોને અટકાવી ચેકીંગ હાથ ધરતાં આ ટેમ્પામાં ભરેલા ગેરબોક્સ પાર્ટસના બોકસની આડમાં છુપાવેલ વિદેશી દારૂની ૧૨૫ નંગ પેટીઓનો જથ્થો મળી આવ્યો હતોે. શામળાજી પોલીસે રૂપિયા ૭.૫૦ લાખની કીંમતના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા મોનુ રામોતરસિંહ રાજપુત રહે.સતનાલી,પથ્થર માર્કેટ,જિ.મહેન્દ્રગઢ(હરીયાણા)અને પ્રવીણ સુરેન્દ્રસીંગ રાજપૂત રહે.નૈરંગાબાદ, જિ.ભીવાની (હરીયાણા)બંને આરોપીઓને ઝડપી હવાલાતે કર્યા હતા. જયારે વિદેશી દારૂની ૧૫૦૦ બોટલો સહિત ટાટા ટેમ્પો,૪ મોબાઈલ સહિત રૂપિયા ૧૭,૫૨,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે આ દારૂનો જથ્થોે ભરી આપનાર રાજકુમાર ઉર્ફે રાજુ જયપાલ જાટ રહે.સતનાલી(હરીયાણા)સહિત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(5:52 pm IST)