Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ભિલોડામાં સગીરાને ભગાડી લઇ જઈ 6 માસથી ફરાર આરોપીને પોલીસે મોડાસાથી દબોચ્યો

અરવલ્લી:જિલ્લાના ભિલોડા તાલુકાના એક ગામની સગીરાને ગામનો જ એક યુવાન ભગાડી ગયો હતો.છ માસથી નાસતા ફરતા આ આરોપીને જિલ્લા એસઓજી ટીમે મોડાસાના હંગામી બસ સ્ટેન્ડમાંથી આબાદ રીતે ઝડપી લીધો હતો.આરોપીને ભિલોડા પોલીસને હવાલે કરી અપહ્ત સગીરાનું જરૂરી પરીક્ષણ કરાયું હતું.

ભિલોડા તાલુકાના અર્જુન નિનામાએ છ માસ પૂર્વે ગામની જ એક સગીરનું અપહરણ કર્યું હતું. સગીરાના પિતાની ફરીયાદના આધારે ભિલોડા પોલીસે આ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.છેલ્લા છ માસથી સગીરાને ભગાડી લઈ જઈ નાસતા ફરતા આ આરોપી અંગે જિલ્લા સ્પેશ્યલ ગુ્રપ ઓપરેશન ટીમના ઈન્સ્પેકટર પી.ડી.દરજીને બાતમી મળતાં જ પોલીસ ટીમ દ્વારા ર્વાચ ગોઠવવામાં આવી હતી.

દુષ્કર્મના ઈરાદે સગીરાને ભગાડી જનાર આરોપી અર્જુન જયંતીભાઈ નિનામા જેવો મોડાસા ખાતેના એસટી બસ સ્ટેશન્ડ માં પ્રવેશ્યો કે તુરંત એસઓજી ટીમે આ આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી પાસેથી સગીરાની ભાળ મેળવી સગીરા સહિત આરોપીના જરૂરી મેડીકલ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી આરોપીને હવાલાતે કરી દેવાયો હતો.

(5:52 pm IST)