Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ધનસુરાની શ્રીજી સોસાયટીમાં વેપારીના બંધ મકાનમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી

ધનસુરા:ધનસુરા ખાતે આવેલી શ્રીજી સોસાયટીમાં એક વહેપારીના મકાનમાં એકાએક ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ગાદલામાં આગ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી પ્રસરતા અટકાવી દેતાં હાશકારો વર્તાયો હતો.

સ્વાતંત્ર્ય પર્વએ ધનસુરાની શ્રીજી સોસાયટીમાં વેપારી ચેતનભાઈ નો પરિવાર મકાન બંધ કરીને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા ગયા હતા તે દરમિયાન બંધ મકાનમાંથી એકાએક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતાં લોકોમાં ભારે દોડધામ મચી હતી.

ત્યારે દરવાજો ખોલી અંદર જોતા ગાદલામાં આગના કારણે ધુમાડા નીકળી રહયા હોવાનું જણાતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગને પ્રસરતી અટકાવી હતી. જોકે સમયસર ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. અને મોટી હોનારત ટળી હતી.જયારે આગને પ્રસરતી અટકાવવા ના પ્રયત્નો સફળ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(5:51 pm IST)