Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ખંભાતની મોતીપુરા દૂધ ઉત્પાદક મંડળીમાંથી 3.75 લાખની ઉચાપત કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: જિલ્લાના ખંભાત તાબે મોતીપુરા ગામે દુધ ઉત્પાદક મંડળીમાં ઉચાપતનો કિસ્સો બહાર આવ્યો હતો.જેમાં બે ઈસમો દ્વારા મંડળીમાં આવતી રકમ તેમના અંગત કામે વાપરી નાંખી હતી. આ ઘટનાની જાણ ચેરમેનને થતા તેઓ બંન્ને ઈસમો સામે ખંભાત રૃરલ પોલીસ મથકે ઉચાપતનો ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરાવ્યા હતા.

આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ ખંભાત તાબે મોતીપુરા (ગોકળપુર)માં આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપતના મામલે ચકચાર મચાવી હતી.  આ મંડળીમાં ફરજ નિભાવતા કાંતિભાઈ લાલજીભાઈ શિરોયા અને રાજુભાઈ જશભાઈ પટેલે મળી ગઈ તા. ૧૬-૪-૨૦૧૬ ના સમયગાળામાં તેમની ફરજ દરમ્યાન મંડળીની રકમ ૩,૭૫,૩૦૪/- પોતાના અંગત કામે વાપરી નાંખ્યા હતા.

મંડળીનું ઓડીટ કરાતા આ ઉચાપત ચેરમેન અને સભ્યોની જાણમાં આવી હતી.જેથી ભનુભાઈ ભરવાડ દ્વારા ઉક્ત બંન્ને ઈસમો સામે ઉચાપત અને મદદગારીનો ગુનો આંકલાવ પોલીસ મથકે નોંધાવ્યો હતો.

(5:51 pm IST)