Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર ત્રણ વાહનોની અટકાયત કરી 35 લાખના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી

વલસાડ:જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે વલસાડ-અતુલ અને પારડી હાઇવે પરથી દારૃ ભરીને જતા ત્રણ વાહનોને પકડી રૂ.. ૩૫ લાખનો જથ્થો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી. જો કે, ટેમ્પાચાલક પોલીસને જોઇ ટેમ્પો મુકી ભાગી ગયો હતો. પોલીસે ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એમ. સરવૈયા અને ટીમે ગઇકાલે મળેલી બાતમી આધારે વલસાડની ધરમપુર ચોકડી પરથી સુરત જતા ટેમ્પા (નં. ડીએન-૦૯-કે- ૯૪૫૩)ને થોભાવવા ઇશારો કરતાં ચાલક રોડ પર ટેમ્પો મુકી સાગરિત સાથે ફરાર થઇ ગયો હતો.

ટેમ્પામાં તપાસ કરતા રૂ.. ૧૬.૭૬ લાખની કિંમતની કુલ ૨૧,૦૩૬ નંગ દારૃની નાની-મોટી બોટલો મળી આવી હતી. કુલ રૂ.. ૨૬.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ પોલીસને હવાલે કર્યો હતો. બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

બીજા બનાવમાં એલસીબીએ  પારડી હાઇવે પર વિશ્રામ હોટલ નજીક આશર ટેમ્પા (નં. એમએચ-ડીકે- ૨૫૭૨)ને અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા રૂ.. ૧૮.૦૮ લાખની કિંમતનો દમણીયા બનાવટનો દારૃ મળી આવ્યો હતો.

પોલીસે રૂ.. ૨૬.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક કૈલાશ નારાયણ પાટીલ (રહે. ખોડિયાર કૃપા સોસાયટી, નવાગામ-  ડીડોલી, સુરત)ની ધરપકડ કરી  હતી. પારડી પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત વલસાડના અતુલ  હાઇવે પર પોલીસે માંઝા કારમાંથી રૂ.. ૧૬ હજારનો દારૃ ઝડપી પાડયો હતો. કુલ રૂ.. ૩.૧૬ લાખના  મુદ્દામાલ સાથે ચાલક અરવિંદ અમૃતભાઇ પટેલ (રહે. ખડકી-પારડી)ની ધરપકડ કરી હતી.

જ્યારે માલ ભરાવનાર જયેશ ઠાકોરભાઇ પટેલ (રહે. વરકુંડ - દમણ) અને માલ મંગાવનાર ધર્મેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ લોકલ ક્રાઇમ બ્રાંચે ૩ વાહનોને પકડી કુલ રૂ.. ૩૫ લાખનો દારૃ સહિત રૂ.. ૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:50 pm IST)