Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કસ્બારાના ખેતરમાં બકરા ઘુસી જતા એકને પિતા-પુત્રએ ધારિયું મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

તાલુકાના કસ્બારા સીમમાં ખેતરમાં બકરા ચારવા પેસી જતાં બકરાં માલિક પાસેથી ધારીયું ઝૂંટવીને બે શખ્સોએ માર માર્યો અને ધારીયું મારવા જતાં હાથની આંગળીઓ કપાઈ જતાં બકરાના માલિકે ખેતર માલિક વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કસ્બારા વાઘરી વાસમાં રહેતા મહેશભાઈ જશુભાઈ વાઘરી ગઈકાલે સવારે સીમના ખેતર નજીક બકરા ચારવા અને પાલો પાડવા ધારીયું લઈ ગયો હતો ત્યારે કેટલાક બકરાં નજીકમાં આવેલા ભૂપતસિંહ અમરસિંહ પરમારના ખેતરમાં પેસી જઈ ભેલાણ કર્યું હતું. જેથી ખેતરમાં હાજર ભૂપતસિંહ અને તેમનો પુત્ર સુખદેવસિંહેે મહેશભાઈ વાઘરીને ગાળો ભાંડી હતી.

સમયે સુખદેવસિંહ પરમારે મહેશભાઈ વાઘરીનું ધારદાર ધારીયું ઝૂંટવી લીધું હતું અને બંને પિતા-પુત્રએ ભેગા મળી તેઓને માર માર્યો હતો અને નીચે પડેલા મહેશભાઈ વાઘરી ઉપર ધારીયું મારવા જતાં તેમણે હાથ આડો મૂકતા આંગળીઓ કપાઈ ગઈ હતી. આ અંગે તારાપુર પોલીસે ફરિયાદ આધારે બે શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)