Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદમાં કવિ નિરંજન ભગતની તબિયતમાં કોઇ જ સુધારો નહિ, ચાહક વર્ગમાં ઘેરી ચિંતા પ્રસરવા લાગી

ગંભીર હાલતમાં હોસ્પિટલના બિછાનેઃ સાહિત્ય પરિષદની બેઠકમાં ગરમાયેલા વાતાવરણે જ ઉંડા આઘાતમાં સરકાવી દીધા

રાજકોટ,તા.૨૯: અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં જ કેટલાક મુદે ચર્ચા-વિચારણા વખતે જ થઇ ગયેલી ગરમાગરમીને પગલે પ્રખ્યાત કવિ-સાહિત્યકાર નિરંજન ભગત (ઉ.વ.૯૨)ને બ્રેઇન સ્ટ્રોક આવી જતા સીધા હોસ્પિટલના બિછાને લઇ જવા પડયા હતા.જયા કલાકો બાદ પણ તબિયતમાં કોઇ જ સુધારો નહિ થતા ચાહક વર્ગમાં ઘેરી ચિંતા પ્રસરવા લાગી છે.

જાણવા મળ્યાનુસાર અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં કેટલાક મુદે શરૂ થયેલી ચર્ચા-વિચારણાઓએ એટલી હદે વાતાવરણમાં ગરમાવો પ્રસરાવી દીધો હતો કે, ત્યાં ઉપસ્થિત જાણીતા કવિ નિરંજન ભગતનેે એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતાની સાથે જ ઢળી પડતા તુરંત જ મીઠાખળીની એચસીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.

દરમિયાન 'અકિલા'સાથેની વાતચીતમાં ગુજરાત સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે બપોરે જણાવ્યુ હતુ કે, હજુ પણ નિરંજન ભગતની તબિયતમાં કોઇ જ પ્રકારનો સુધારો આવ્યો નથી.બ્રેઇન સ્ટ્રોક બાદ હેમરેજને પગલે આસીયુમાં સારવાર હેઠળ રખાયા છે...સત્વરે સ્વાસથ્ય સુધરે તેવી પરિવારજનો અને ચાહકો દ્વારા પ્રાર્થના થઇ રહી છે.

(4:43 pm IST)