Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

આશારામ સામે દુષ્કર્મ પ્રકરણમાં ગાંધીનગર કોર્ટમાં વધુ સુનાવણીઃ પીડિતાની જુબાની

ગાંધીનગર તા. ૨૯ : આશારામ આશ્રમમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલે આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ઙ્ગ જેમાં ક્રાઈમ બ્રાન્ચના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ફરિયાદી અને પીડિત મહિલાને કોર્ટમાં લાવવામાં આવી હતી.

કોર્ટમાં આશારામના પરિવારજનો અને આરોપીઓ પણ હાજર રહે તેવી સંભાવના છે. આ મામલેઙ્ગ આશારામ હાલ જોધપુર જેલમાં કેદ છે.

આ પહેલા સુપ્રિમ કોર્ટ દ્વારા આશારામની જામીન અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે નીચલી કોર્ટમાં પીડીતાનું નિવેદન અને પુછપરછ પુરી થયા બાદ તે ફરી જામીન માટે અરજી કરી શકે છે. આ સમયે સુપ્રિમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસે આ કેસમાં શું પ્રગતિ થઇ તેનો રીપોર્ટ સોંપવા કહ્યું હતું જેમાં સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે ૨૯ જાન્યુઆરીના રોજ પીડીતોનું નિવેદન લેવામાં આવશે.

આ સમયે આશારામના વકીલોએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે ૯૨ સાક્ષીઓમાંથી ૨૨નું નિવેદન લેવાઇ ગયું છે જયારે ૧૪ લોકોએ સ્વયંને દૂર કરી દીધા છે જયારે અન્ય લોકોનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે સુરતની બે બહેનો દ્વારા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ઘ અલગ અલગ ફરીયાદમાં બળાત્કાર અને બળજબરીથી બંધક બનાવવા સહીતના ઘણા આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ૨૦૦૧થી ૨૦૦૬ દરમ્યાન તેઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતુ.

તો રાજસ્થાનમાં પણ યુપીના શાહજહાંપુરની એક કિશોરીએ આસારામ વિરૂદ્ઘ આરોપ લગાવ્યા હતા કે જોધપુર નજીકના મનાઇ ગામ સ્થિત આશ્રમમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું કે જયારે તે આશ્રમમાં રહીને અભ્યાસ કરતી હતી.

(4:28 pm IST)