Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

મોડલોના કેલેન્ડર તો તમે જાયા હશે, કાઉ-કેલેન્ડર જાયુ છે ?

અમદાવાદના ગૌપ્રેમી વિજય પરસાણાએ પોતાની રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પૂનમ નામની ગાયને મોડલ બનાવીને તૈયાર કયુ* કેલેન્ડર

અમદાવાદ, તા. ર૯ : નવા વર્ષમાં જાતભાતના કેલેન્ડર બજારમાં આવી ગયા છે. જાણીતી અને ઓછી જાણીતી મોડલ્સના તેમ જ હીરો-હિરોઇનના કેલેન્ડર બજારમાં આવ્યા છે ત્યારે મોડલોના તો અસંખ્ય કેલેન્ડર જાયાં હશે, પણ અમદાવાદના એક ગૌપ્રેમી વિજય પરસાણાએ અનોખું કાઉ-કેલેન્ડર બનાવ્યું છે અને ગઇકાલે આ અનોખા કાઉ-કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગૌપ્રેમી વિજય પરસાણા પાસે રાધા, સરસ્વતી, લક્ષ્મી અને પુનમ નામની ગાય છે. આ ગાયને મોડલ તરીકે રજૂ કરીને અનોખું કાઉ-કેલેન્ડર પબ્લિશ કરવાનો આઇડિયા આવ્યો અને ગાયની થીમ પર કેલેન્ડર બનાવવાનું કાર્ય હાથ ધરાયું હતું.અમદાવાદ નજીક આવેલા મણિપુર ગામમાં યોગ આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ તેમ જ વિશાલા હોટેલમાં પરસાણા ગાયોને લઇ જતા હતા અને શકિત ગ્રુપના મોડલ સાથે જુદી જુદી સ્ટાઇલમાં ગાયોના ફોટો શૂટ થયા હતા. ગાયોને પરંપરાગત રીતે શણગારીને ફોટો-શૂટ કરવામાં આવ્યું હતું. અંદાજે ૧પ૦૦ જેટલા ફોટો શૂટ કરવામાં આવ્યા હતા એમાંથી ૧ર ફોટો સિલેકટ કરીને કાઉ-કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આ કાઉ-કેલેન્ડર ગઇકાલે સાંજે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભાગવત ઋષિ, ઋષિકુમારો અને ગોપાલ સુતરિયા દ્વારા આ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

ગૌપ્રેમી વિજય પરસાણાએ કહ્નાં હતું કે નાગરિકો ગાયની વેલ્યુ સમજે એ માટે મેî એક નાનો પ્રયાસ કર્યો છે. ગાયના દૂધ, છાણ, મૂત્ર આપણને મળે છે જે નાગરિકોના જીવનમાં ઉપયોગી છે. સાડાત્રણસો ઔષધિઓ માત્ર ગૌમૂત્રમાંથી મળે છે. નાગરિકોના હલ્થ માટે ગાયનું દૂધ, ઘી, છાશ સારી ગણાય. ગાય પાળવાથી નુકસાન  નથી, પરંતુ ગાય તો સોનાની ખાણ છે. આ હેતુ તેમ જ ગાયને નાગરિકો સમજે એવા શુભ આશય સાથે ગાયનું કેલેન્ડર પબ્લિશ કરવામાં આવ્યું છે.

 

(4:13 pm IST)