Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

આપણે હક્કો વિશે ખુબ વાતો કરીએ છીએ પણ ફરજો વિશે કદી રેલી-સભા યોજતા નથી : સોનલ પંડ્યા

અમદાવાદના હિરામણિ સંકુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

રાજકોટ : અમદાવાદની હીરામણિ સ્કુલમાં ર૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૭.૪પ કલાકે યોજાયો હતો. તેમજ બાળકો દ્વારા દેશ-ભકિતને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો હીરામણિના રંગ ઉપવનમાં યોજાયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ડો. પ્રો. સોનલબેન પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીની એકિઝકયુટીવ કાઉન્સિલ સભ્યએ વિદ્યાર્થીઓને પ્રજાસત્તાકદિનનૂં મહત્વ સમજાવી શીખ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે હકકો વિશે ખુબ જ વાતો કરીએ છીએ પરંતુ ફરજો વિશે કયારેય રેલી કે સભા યોજી નથી. આપણ દેશમાં ત્રણ બાબત સમાજને અસરકારક રીતે સ્પર્શે છે. (૧) ઇકોનોમિકલ ડાઇવર્સિટી-આર્થિક અસમાનતા (ર) ઇમોશનલ ક્રાઇસીસ-ભાવાનાત્મક સંકટ (૩) ઇકોલોજીકલ ક્રાઇસિસ-કુદરતી સંશોધનોની માણસ દ્વારા ઉભી કરાયેલી ઉણપ.

ધ્વજવંદનના કાર્યક્રમમાં હીરામણિ સંસ્થાના પ્રમુખ નરહરિભાઇ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, આર.સી. પટેલ, પંકજભાઇ દેસાઇ, પંકજભાઇ ઠાકોર, ગવર્નિંગ બોર્ડના સભ્ય પ્રવિણભાઇ અમીન, હર્ષદભાઇ પટેલ, સ્કુલ ડિરેકટરશ્રી ડો. અંબુભાઇ પટેલ, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, પ્રિ. શ્રીમતી નીતાબેન શર્મા, પ્રિ. આશિષભાઇ મહેતા, પ્રિ. હિરલબેન વર્ષાની,પ્રિ. શ્રીમતી તાનીબેન શાહ, પ્રાયમરી વિભાગના એડમિનિસ્ટ્રેટર આશાબેન નાયક અને તમામ શિક્ષક ભાઇ-બ્હેનો -વિદ્યાર્થીઓ -વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)