Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ફરી એકવાર દેખાઇ સુરતીઓની દરિયાદિલીઃ ૨૫૦૦ લોકો કરશે અંગદાન

સુરતઓની દાનવીરતા, અંગદાન માટે વોકાથોન

સુરત તા. ૨૯ : રાજયમાં અંગદાનની વાત આવે તો તરત જ સુરતનું નામ મોખરે આવે. આંકડાઓ મુજબ પણ ઓર્ગન ડોનેશનમાં સુરત દેશ ભરમાં ટોપ શહેરોમાં છે. ત્યારે ફરી એકવાર સુરતી લાલાઓની દરિયાદિલી સામે આવી છે. રવિવારે શહેરીજનોમાં અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાઈ તે માટે યોજાયેલ ડોનેટ લાઇફ વોકાથોનમાં ૨૫૦૦ જેટલા લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. જેમાં કેટલા તો સંપૂર્ણ પરીવારે આ પ્રવૃત્તિમાં ભાગ લઈ અનોખી મિસાલ સર્જી હતી.

 

રવિવારે શહેરમાં આ કાર્યક્રમ આગામી ૨૪ ફેબ્રુઆરીના સુરતમાં યોજાનાર નાઇટ મેરેથોનના ભાગરુપે યોજાયો હતો. જેમાં સુરતના ડોકટર્સ, જાહેર ક્ષેત્રોના મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ અને સામાજીક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

સુરતના એક અંગદાતા બાબુ ચૌધરીનું હાર્ટ મેળવી નોર્મલ લાઈફ જીવતા કલ્પેશભાઈ કહે છે કે, 'મને હાર્ટની તકલીફ હોવાથી દૈનિક જીવનની નાનામાં નાની બાબતોમાં મને મુશ્કેલી પડતી હતી પરંતુ હવે મને હ્રદય દાન આપનાર દાતાની મદદથી હું સામાન્ય જીંદગી જીવી રહ્યો છું.'

ડોનેટ લાઇફ નામની સંસ્થાના ફાઉન્ડર નિલેશ માન્ડેલવાલા કહે છે કે, 'ગુરજરાતમાં સુરત શહેર અંગદાન પ્રવૃત્ત્િ।ની રાજધાની બન્યું છે. ત્યારે સમાજના ભલા માટે વધુને વધુ લોકો પોતના અંગદાન કરે તે માટે જાગૃત કરવા આપણી નૈતિક ફરજ છે.'

વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં કરવામાં આવેલ કુલ ૧૮૦ જેટાલ અંગદાનમાંથી ૯૧ કિસ્સા સુરત એકલા શહેરના છે. એક સર્વેના આંકડા મુજબ દેશમાં દર વર્ષે જરુરી અંગ સમય રહેતા ન મળવાના કારણે ૫ લાખ જેટલા લોકો મોત પામે છે. ત્યારે અંગદાન મુવમેન્ટમાં સુરત ખૂબ મોટો ફાળો આપી શકે છે.

સુરતના ડુમસ રોડ પર યોજાયેલ આ વોકાથોનને શહેરના મેયર અસ્મિતા શિરોયાએ લીલી ઝંડી દેખાડી હતી. તેમણે આ તકે કહ્યું કે, 'આપણે ત્યારે જ અંગદાનનો મહિમા સમજાય છે જયારે આપણું નજીકનું કોઈ સંબંધી જરુરી અંગ ન મળવાના કારણે મોત પામે છે. માટે આપણે પહેલાથી જ જાગૃત બની અંગદાન માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ.'(૨૧.૨૫)

(10:04 am IST)