Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગુજરાત સાહિત્ય પરિષદની સભામાં કવિ નિરંજન ભગતને બ્રેઈન સ્ટ્રોક

લિટરેચર ફેસ્ટિવલમાં ઉપસ્થિતો સામે પગલાં લેવા - સ્વાયત્તતા મુદ્દે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું

અમદાવાદ :ગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં કવિ નિરંજન ભગતને બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને સારવાર માટે એચસીજી હોસ્પિટલમાં ખસેડાયા છે કારોબારી સભામાં સ્વાયત્તતાના મુદ્દે ચર્ચાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. ઉગ્ર ચર્ચા દરમિયાન કવિ નિરંજન ભગતને બ્રેઈન સ્ટોક આવ્યો હતો.નિરંજન ભગત એ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ તરીકે વિખ્યાત છે તેઓ ગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. ગુજરાત સાહિત્ય પરિષદની કારોબારી સભામાં સ્વાયત્તાની મુદ્દેની ચર્ચા દરમિયાન આ બનાવ બન્યો હતો.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચેનો વિવાદ હવે એટલી હદે વકરી ચૂક્યો છે રવિવારે સાહિત્ય પરિષદ દ્વારા કારોબારી અને મધ્યસ્થ સમિતિની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેલ સાહિત્ય પરિષદના પદાધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચર્ચા થઈ રહી હતી.આ ચર્ચાએ એટલી ગરમાગરમી પકડી કે ૯૨ વર્ષના ભગત એ આઘાત અને તંગદીલી જીરવી ન શક્યા અને ત્યાં જ તેમને બ્રેઈનસ્ટ્રોક આવી ગયોતેમ મનાય છે હાલ તેઓ મીઠાખળી ખાતે એક હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે.

(9:03 am IST)