Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કરાઠા ગામે મોટરસાયકલ પર જતા ચાલકને સ્ટમ્પ મારી પાડી દઈ ઇજા કરનાર 2 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામમાં બાઈક પર જઇ રહેલા એક શખ્સ ને માર મારી ઇજાઓ કરતા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ થઈ છે.

મળતી માહિતી અનુસાર તરીખ 26 ડિસેમ્બરે સવારે 11 કલાકે બનેલા બનાવ બાબતે અલ્પેશભાઇ હર્ષદભાઇ પટેલ( રહે.કરાઠા  કેવલનગર તા.નાદોદ જી.નર્મદા)ની ફરીયાદ મુજબ તેઓ પોતાની મો.સા લઈ ખેતરેથી પરત ઘરે જતો હતો આ વખતે ચિરાગભાઇ જગદીશભાઇ પટેલ અને વિમલભાઇ  જગદીશભાઇ પટેલ (બન્ને રહે.કરાઠા) ના ઘર આગળ રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે આ બંને તેમના ઘરના ઓટલા પાસે ઉભા હોય જેમાથી વિમલ પટેલે સ્ટમ્પથી બે-ત્રણ સપાટા મારી ઇજા કરી તેમજ જગદીશ પટેલે ગાળો બોલી ઢીક્કાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:42 pm IST)