Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રાજપીપળા ખાતે પ્રા.શિક્ષક સંઘ,સાગબારાનો પડતર માંગણીઓને લઈ ધરણા કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કલેકટર કચેરી સામે આજરોજ પ્રાથમિક શિક્ષક સંઘ,સાગબારા નો પડતર માંગણીઓ બાબતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સાથે સાથે પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી

આજરોજ સાગબારા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવીના અધ્યક્ષ સ્થાને શિક્ષકોની માંગણીઓ બાબતે ધરણા કાર્યકમ કલેકટર કચેરીની સામે યોજાયો હતો જેમાં સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવી, મંત્રી જર્મનસીંગ વસાવા સહિત સંઘના હોદેદારોએ મળી પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

(10:29 pm IST)